Beautiful Gujarati Stuti of Lord Shiv
શંભુ શરણે પડી
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (2)
તમો ભક્તો ના ભય હરનારા
શુભ સૌ નુ સદા કરનારા
હું તો મંદ મતિ તારી અકળ ગતિ
કષ્ટ કાપો દયા કરી, શિવ, દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડીએ ઘડી
કષ્ટ કાપો…
દયા કરી, શિવ દર્શન આપો … (2)
અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે ચંદ્ર ધર્યો
કંઠે વિષ ભર્યો
અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (2)
નેતી નેતી જ્યાં વેદ કહે છે
મારું ચીતડું ત્યાં જાવા ચહે છે
સારા જગ માં છે તું
વસુ તારા મા હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ દર્શન આપો … (2)
આપો દ્રષ્ટિમાં મા તેજ અનોખું
સારી સુષ્ટિમાં શિવ રૂપ દેખુ
મારા દિલમાં વસો
હૈયે આવી હસો
શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ દર્શન આપો … (2)
હું તો એકલ પંથી પ્રવાસી
છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી
કારણ મળતું નથી
સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ દર્શન આપો … (2)
શંકરદાસ નુ ભવ દુઃખ કાપો
નિત્ય સેવા નુ શુભ ફળ આપો
ટાળો મંદ મતિ
ગાળો ગર્વં ગતિ
ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ દર્શન આપો … (2)