Vishwambhari Stuti

Vishwambhari Stuti is a Gujarati hymn praising Goddess Durga. It is a 12-verse prayer that examines the progression of the devotee's thought process. When in sorrow, it is natural to blame everyone, even Goddess. But as one delves deeper, one realizes that it is the Goddess that is omnipresent and the ultimate protector.

વિશ્વંભરી

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,

વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા,

દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૧

 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,

સૂઝે નહિ લગીર કોઇ દિશા જવાની,

ભાસે ભયંકર વળી મનના ઉતાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૨

 

આ રંકને ઉગારવા નથી કોઇ આરો,

જન્માધ છું જનની હું ગ્રહી બાળ તારો,

ના શુ સૂણો ભગવતી શિશુના વિલાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૩

 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,

કોને કહું કઠણ યોગ તણો બળાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૪

 

હું ક્રોધ કામ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ગણો મદથી બકેલો,

દોષો થકી દૂષિતના કરી માફી આપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૫

 

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધુ,

ના મંત્ર કે સ્તુતિ-કથા નથી કાંઇ કીધું,

શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૬

 

રે રે ભવાની બહુ ભૂલ થઇ છે મારી,

આ જિંદગી થઇ મને અતિશય અકારી,

દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૭

 

ખાલી ના કોઇ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો,

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૮

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું મારો,

જાડ્યાંધકાર દૂર કરી સદ્બુદ્ધિ આપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૯

 

શીખે સુણે ભગવતી સ્તુતિ એક ચિત્તે,

તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,

વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૧૦

 

શ્રી સદ્ગુરૂના શરણ માં રહીને યજું છું,

રાત્રી દિને ભગવતી તુજને ભજું છું,

સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૧૧

 

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,

ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની,

સંસારના સકળ રોગ સમૂળ કાપો,

મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...૧૨