Shree Krushna Sharanam Mamah

Shree Krushna Sharanam Mamah - one of the best and most popular Krushna prayers.

શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

કદમ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
યમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

વ્રજ ચોર્યાશી કોશ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
કુંડ કુંડ ની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

કમળ કમળ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

વૃંદાવન ના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
ગોકુળિયા ની ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
વ્રજભૂમિ ના વ્રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

વાજા ને તબલા માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
શરણાઈ ને તંબૂર માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

નૃત્ય કરંતિ નારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

ચંદ્ર સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
પત્ર પત્ર શાખાઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

આંબો લિંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
વનસ્પતિ હરિયાળી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

જતીપુરા ના લોકો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
મથુરાજી ના ચોબા બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

ગોવર્ધન ના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
ગલી ગલી ગહવરવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

પુલિન કંદરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
શ્રી યમુનાજી ની લેહરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
તુલસીજી ના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

સર્વ જગત માં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
વિરહિજન ના હૈયા બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

કૃષ્ણ વિયોગે આતુર બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
વલ્લભી વૈષ્ણવ સર્વ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

મધુર વીણા વાજિંત્રો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
કુમુદિની સરોવર માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

ચંદ્ર સૂર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
તારલિયા ના મંડળ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
રોમ રોમ વ્યાકુળ થઇ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

મહામંત્ર મન માંહે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
જુગલ ચરણ અનુરાગે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ

 

શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ