મારે માથે હજાર હાથ વાળો
મારે માથે હજાર હાથ વાળો, અખંડ મારી રક્ષા કરે || ૧ ||
કદી રક્ષક ના ઉગ્ર રૂપ વાળો, એવી કસોટી કપરી કરે || ૨ ||
એનો કરુણા નો સ્ત્રોત નિત્ય વહતો, પ્રસન્ન મને રાખ્યા કરે || ૩ ||
મને ચિંતા કરવા ના જરી દેતો, કલ્યાણ મારુ જંખ્યા કરે || ૪ ||
રખે ઊતરું હૂં મારગે આડે, તો સત્ય પંથ ચિંધ્યા કરે || ૫ ||
કદી પડવા ન દે મને ખાડે, સદાય સાથ આપ્યા કરે || ૬ ||
નાથ શ્રદ્ધા નાં પારખાં લેતો, ને તોય શક્તિ દીધા કરે || ૭ ||
ધૂળ માંથી કનક કરી દેતો, અજબ એવી લીલા કરે || ૮ ||
મારે માથે હજાર હાથ વાળો, અખંડ મારી રક્ષા કરે || ૯ ||